બિહારમાં પૂરથી ભારે તબાહી, પ્રધાનમંત્રીએ બિહારના મુખ્યમંત્રી સાથે કરી વાત
Live TV
-
88 લાખ લોકોને પૂરથી અસર, 13 જિલ્લામાં પૂરને કારણે ભારે નુકસાન
બિહારમાં પૂરની સ્થિતિના કારણે પરિસ્થિતિ કપરી બની છે. પૂરની સ્થિતિના કારણે રાજ્યના 13 જિલ્લાના અંદાજીત 88 લાખ લોકો પ્રભાવિત થયા છે. 13 જિલ્લોમાં આવેલા પૂરના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે ફોન પર વાત કરી હતી અને દરેક પ્રકારની સંભવ મદદ પહોંચાડવાનું આશ્વાસન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને માહિતી આપી છે કે 13 જિલ્લામાં પૂરના કારણે થયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને કેન્દ્ર તરફથી દરેક પ્રકારની મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. બિહારમાં પૂરના કારણે 13 જિલ્લા, સીતામઢી, શિવહર, મુઝફ્ફરપુર, પૂર્વ ચંપારણ વધુ પ્રભાવિત થયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં 127 લોકોના મોત થયા છે. જયારે 88 લાખ લોકો પ્રભાવિત થયા છે.
