Skip to main content
Settings Settings for Dark

બિહારમાં પ્રધાનમંત્રીએ કર્યો ચૂંટણી પ્રચાર, દરભંગામાં સંબોધી સભા

Live TV

X
  • આ મંચ પરથી પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ફરી મજબૂત સરકાર ઇચ્છે તો પ્રજા એનડીએને મત આપે.

    બિહારમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએના પક્ષ તરફથી ચૂંટણીમાં પ્રચાર કર્યો. દરભંગામાં આજે ચૂંટણી મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી અને એલજીપીના રામ વિલાસ પાસવાન સાથેના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ મંચ પરથી પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ફરી મજબૂત સરકાર ઇચ્છે તો પ્રજા એનડીએને મત આપે. તેમણે કહ્યું કે દેશને મજબૂત કરવા સરકાર પણ મજબૂત હોવી જોઇએ. વિપક્ષીદળોની એકતા પર વાર કરતા પીએમે કહ્યું કે તેમનો એક મત મને મળશે તો, દેશથી આતંકવાદ ખતમ થઇ જશે. પ્રધાનમંત્રી આજે વારાણસીમાં BHU ગેટ પર સ્થિત મદન મોહન માલવિયાજીની પ્રતિમા પર માલ્યાર્પણ કર્યા બાદ દિવસે રોડ શો માં સામેલ થશે. દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધા બાદ તેઓ લોકોને સંબોધન કરશે. આજે તેમની પાર્ટીના કાર્યકર્તાઓને મળવાનો પણ કાર્યક્રમ છે. આવતીકાલે પ્રધાનમંત્રી વારાણસીથી પોતાનું ઉમેદવારીપત્ર પણ ભરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply