Skip to main content
Settings Settings for Dark

બિહાર: કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ઉચ્ચસ્તરીય ટુકડી મોકલી

Live TV

X
  • ટીમ રાજ્યમાં મગજના તાવથી અસર પામેલા બાળકોને કરશે મદદ

    બિહારમાં વર્તમાન સંજોગોમાં મગજના તાવથી બાળકોના મોત થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને તત્કાલ ઉચ્ચસ્તરીય ટુકડી મોકલવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત બિહાર રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાથી લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. મગજના તાવથી અત્યાર સુધીમાં 100 બાળકોના મોત થયા છે. જ્યારે લૂ લાગવાથી 35 લોકોના મોત થયા છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ સ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા કાર્ય કરી રહી છે તેમજ દર્દીને સારી સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
    કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા મોકલનાર ટીમ રાજ્યમાં ઝેરી તાવમાં મદદ કરશે તેમજ રાજ્યના વિવિધ જિલ્લામાં પાંચ બાયોલોઝીકલી લેબોરેટરી ઉભી કરાશે. બિહારમાં મગજના તાવથી મૃત્યુ પામનારા બાળકોના પરિજનોને રાજ્ય સરકાર ચાર-ચાર લાખ આપવાની જાહેરાત કરી છે.
    દરમિયાન ભીષણ ગરમીના પગલે ગયા જિલ્લા કલેક્ટરે ગયામાં કલમ 144 લાગુ કરી છે. ભીષણ ગરમી અને લૂને ધ્યાનમાં રાખી લોકોને સવારે 11થી બપોરના 4 સુધી ઘરમાં જ રહેવાનું રહેશે. બાંધકામનું કાર્ય પણ સવારે 11થી બપોરે 4 સુધી બંધ રાખવાનું રહેશે. મનરેગા યોજના પણ સવારે 10.30 બાદ બંધ રહેશે. ગરમીના પગલે ગયા, નાલંદા અને ઔરંગાબાદમાં અત્યાર સુધીમાં 100ના મોત થયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply