બિહાર સરકાર શુક્રવારથી પૂરગ્રસ્ત પીડિતોને સહાય આપવાની કરશે શરૂઆત
Live TV
-
બિહારમાં કોશી ગંડક સહિત મુખ્ય નદીઓમાં ધીરે-ધીરે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. પાડોશી દેશ નેપાળમાં પણ નદીઓમાં પાણીના સ્તર ઘટવાથી સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.
બિહારમાં કોશી ગંડક સહિત મુખ્ય નદીઓમાં ધીરે-ધીરે પાણીનું સ્તર ઘટી રહ્યું છે. પાડોશી દેશ નેપાળમાં પણ નદીઓમાં પાણીના સ્તર ઘટવાથી સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર કાલથી પૂરગ્રસ્ત દરેક પરિવારને 6 હજાર રુપિયા આપવાનું શરુ કરશે. 12 જીલ્લાઓમાં સરકારી, ખાનગી સંપત્તિ અને ઉભા પાકને ભારે નુકસાનના સમાચાર છે. પૂરથી 27 લાખ લોકો પ્રભાવિત થયા છે.પૂરગ્રસ્ત વિસ્તારમાં મોટા પ્રમાણમાં કાચી ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. લોકોને હજુ પણ પાણીમાંથી પોતાના સ્થળે જવું પડે છે. બચાવદળ પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજ, દવાઓ અને અન્ય સામગ્રીઓ પહોંચાડી રહ્યું છે. બીજી તરફ આસામના નીચેના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ હજુ ગંભીર જોવા મળી રહી છે. જોકે આસામના ઉપરના જિલ્લાઓમાં થોડા અંશે સ્થિતિમાં સુધારો થયો છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને વહીવટીતંત્રએ ગઈકાલે 14 હજારથી વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. 1 લાખ 50 હજાર લોકો હજુ પણ રાહત છાવણીમાં આશરો લઈ રહ્યા છે. તંત્ર દ્વારા ભોજન સહિત અન્ય સુવિધા આપવામાં આવી રહી છે.
