Skip to main content
Settings Settings for Dark

બુલબુલ ચક્રવાત નબળુ પડ્યુ, પશ્ચિમબંગાળના દરિયાઈ કાંઠા પર જોવા મળી ખાસ અસર

Live TV

X
  • રાજ્યમાં વીજ તાર તૂટી જવાના કારણે વીજ સેવા ખોરવાઈ

    ચક્રવાતી તોફાન બુલબુલ બાંગ્લાદેશથી આગળ વધ્યા બાદ પશ્ચિમબંગાળ દરિયાઈ કાંઠા પર તેની અસર વર્તાઈ છે. ચક્રવાતની અસર છે રાજ્યના વિવિધ જિલ્લામાં સાત લોકોનાં મોત નીપજ્યા છે..તો બે લાખ તોત્તેર હજાર લોકો પ્રભાવીત થયાં છે.. ગંભીર ચક્રવાતની અસરના પગલે ભારે પવનની સાથે વરસાદ પણ પડ્યો છે. પ્રચંડ પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ તાર તૂટી ગયા હતાં જેના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. 

    અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર પરગણા વિસ્તારમાં પાંચ લોકોનાં મૃત્યું નિપજ્યાં છે.. એનડીઆરએફની ટીમ રાહત બચાવ કામગીરીમાં લાગેલી છે.. રાજ્યના ઉર્જામંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં વીજ તાર તૂટી જવાના કારણે વીજ સેવા ખોરવાઈ ગઈ છે.. અને ફરીથી વીજ વ્યવસ્થા શરૂ કરવા માટે સરકાર સંભવ તમામ પ્રયાસ કરી રહી છે. 

    તો બીજી તરફ ચક્રવાત તોફાન બુલબુલ હવે નબળું પડી ગયું હોવાનું પણ જાણવા મળ્યું છે..અને હવે તે બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારમાં કેન્દ્રીત છે અને તેનાથી  ઘણું નુકસાન પહોંચ્યું છે.. ત્યારે ભૂવનેશ્વરના સ્પેશિયલ રિલીફ કમિશનર પી.કે.જૈનાએ કહ્યું કે, બુલબુલ વાવાઝોડાને કારણે તમામ જિલ્લાઓમાં કૃષિને ઘણું નુકસાન થયું છે.. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply