બેંગાલુરૂમાં એશીયાના સૌથી મોટા એર-શો એરો ઇન્ડિયાનો આજે બીજો દિવસ
Live TV
-
બેંગ્લોરુમાં ચાલી રહેલા એશીયાના સૌથી મોટા એર-શો એરો ઇન્ડિયામાં ભારત, હિંદ મહાસાગરના દેશોના રક્ષા મંત્રીઓની બેઠકનુ આયોજન કરશે. આ પરિષદનો મુખ્ય વિષય હિંદ મહાસાગરમાં શાંતિ, સુરક્ષા અને સહયોગ વધારવાનો છે.
બેંગ્લોરુમાં ચાલી રહેલા એશીયાના સૌથી મોટા એર-શો એરો ઇન્ડિયામાં ભારત, હિંદ મહાસાગરના દેશોના રક્ષા મંત્રીઓની બેઠકનુ આયોજન કરશે. આ પરિષદનો મુખ્ય વિષય હિંદ મહાસાગરમાં શાંતિ, સુરક્ષા અને સહયોગ વધારવાનો છે. આ સંમેલન રક્ષા સચીવોના સ્વાગત પ્રવચનથી શરૂ થશે, ત્યારબાદ વિવિધ સદસ્ય દેશોના રક્ષા મંત્રીઓ સંમેલનને સંબોધન કરશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ સમાપન સંબોધન કરશે. આ સંમેલનમા વિવિધ 18 દેશોના રક્ષામંત્રીઓ, રક્ષા સચીવો, સેનાના પ્રમુખો ભાગ લઈ રહ્યા છે. આ સિવાય 6 દેશો આભાસી રુપે ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનએ, સંસ્થાકીય, આર્થિક અને સહકારી વાતાવરણમાં ચર્ચાઓને પ્રોત્સાહન આપવાની એક પહેલ છે ,જે હિંદ મહાસાગર ક્ષેત્રના દેશોમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ટેકનોલોજીના વિકાસમાં દરિયાઇ ક્ષેત્ર વિશે જાગૃતિ લાવવા, દરિયાઇ ક્ષેત્રની દેખરેખ અને આપત્તિ રાહત, દરિયાઇ પ્રદૂષણને લગતી પ્રવૃત્તિઓ કરવા અને દરિયાઈ સંસાધનોની ક્ષમતાઓમાં વધારો કરવામાં મદદ કરશે.