બેન્ક ઓફ બરોડા દેના બેન્ક અને વિજયા બેન્કનું બેન્કિંગ ક્ષેત્રે મર્જર
Live TV
-
કેન્દ્ર સરકારે બેન્કિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેતા બેન્ક ઓફ બરોડા દેના બેન્ક અને વિજયા બેન્કનું મર્જર કરવાનું નક્કી કર્યું છે. મર્જર બાદ આ દેશની ત્રીજા નંબરની મોટી બેન્ક હશે. ટોચની બે બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એચ.ડી.એફ.સી. બેન્કનો સમાવેશ થાય છે. નાણા સેવા સચિવ રાજીવકુમારે કહ્યું કે મર્જર બાદ તમામ બેન્કના કર્મચારીઓ પણ જળવાઈ રહેશે. ત્રણે બેન્કના બોર્ડને મર્જર દરખાસ્ત અંગે વિચારણા કરવા જણાવ્યું છે. અગાઉ સ્ટેટ બેન્ક પણ તેની સંયોગી બેન્કોનું મર્જર કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કુલ ડૂબેલી લોનમાં 90% હિસ્સો સરકારી બેન્કોનો છે. આર.બી.આઈ. એ 21 માંથી 11 સરકારી બેન્કો પર નવી લોન આપવા અંગે પ્રતિબંધ ફરમાવ્યો છે. બેન્કિંગ સિસ્ટમ વધુ મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે.
