બોર્ડરની સુરક્ષા મજબૂત થાય તે અમારી પ્રાથમિકતાઃ ગૃહમંત્રી
Live TV
-
જમ્મુમાં ભારત-પાકિસ્તાન સીમા પર સ્માર્ટ ફેસિંગ સહિત 2 Comprehensive Integrated Border Managment System ના પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'બોર્ડરની સુરક્ષાને વધુ મજબૂત બનાવવી અમારી પ્રાથમિકતા છે. સ્માર્ટ ફેસિંગ દ્વારા આતંકીઓની ઘૂસપેઠને નિષ્ફળ બનાવવામાં આવશે.'
ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુમાં આ યોજનાનો શુભારંભ કર્યો. જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સીમા પર પાંચ-પાંચ કિમીના બે ભાગમાં પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. ગૃહમંત્રી રાજનાથ સિંહે એવું પણ કહ્યું કે, સરકાર નકસલવાદ પર લગામ લગાવવામાં સફળ થઈ છે, તો આતંકવાદમાં પણ ભારે કમી આવી છે. જમ્મુ કાશ્મીરમાં પંચાયત ચૂંટણીમાં કેટલાક નેતાઓ દ્વારા બહિષ્કાર કરવાની ઘોષણા પર ગૃહમંત્રીએ કહ્યું કે, આ પાર્ટીઓ ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થવું જોઈએ.
