બોર્ડર પાર કરી વિરોધ પ્રદર્શનમાં જવાની પરવાનગી આપવામાં આવશે નહીંઃ દિલ્લી પોલીસ
Live TV
-
પ્રદર્શનને આજે 6 મહિનાનો સમય પુરો થઈ ચુક્યો છે..જેથી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરાઈ છે..આ વચ્ચે દિલ્હી પોલીસે કહ્યુ છે કે બોર્ડર પાર કરીને વિરોધ પ્રદર્શનમાં જવાની પરવાનગી આપવામાં નથી
દેશમાં એક તરફ કોરોના મહામારીનાં કારણે તમામ રાજ્યોમાં હાહાકાર મચી ગયુ છે..રાજ્ય સરકાર લોકડાઉન લગાવી તેનાં પર નિયંત્રણ લગાવવા માટે પ્રયાસો કરી રહી છે.. તેવામાં દિલ્હીના બોર્ડર પર 3 કૃષિ કાયદાઓને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે..આ પ્રદર્શનને આજે 6 મહિનાનો સમય પુરો થઈ ચુક્યો છે..જેથી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરાઈ છે..આ વચ્ચે દિલ્હી પોલીસે કહ્યુ છે કે બોર્ડર પાર કરીને વિરોધ પ્રદર્શનમાં જવાની પરવાનગી આપવામાં નથી.. આ વચ્ચે રાષ્ટ્રિય માનવાધિકાર આયોગ એટલે કે NHRC એ દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશનાં મુખ્ય સચિવોને નોટીસ આપી છે.. આયોગે ત્રણેય રાજ્યો પાસેથી ખેડુતોનાં પ્રદર્શન સ્થળ પર કોરોનાં સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા પગલાં અંગેનો રિપોર્ટ માંગ્યો છે..સંબંધિત રાજ્યોને 4 અઠવાડિયાના સમયમાં રિપોર્ટ આપવો પડશે..આયોગે આ પગલુ એક ફરિયાદને ધ્યાનમાં લઈને ભર્યુ છે..એક ફરિયાદીએ ફરિયાદમાં કહ્યુ કે ધરણાં સ્થળે ખેડુતોનાં ભેગા થવાથી કોરોનાના નિયમોનું ઉલ્લંધન થયુ છે..ફરિયાદમાં કહેવામાં આવ્યુ કે ખેડુતો ન માત્ર પોતાનાં જીવને જોખમમાં નાખી રહ્યા છે પરંતુ સાથોસાથ ગ્રામ્ય વિસ્તારો માટે જોખમ ઉભુ કરી રહ્યા છે...ફરિયાદીએ દાવો કર્યો છે કે વિરોધ પ્રદર્શન દરમ્યાન કોવિડ સંક્રમણ સહિત અન્ય કારણોથી અત્યાર સુધી 300 થી વધુ ખેડુતોના મૃત્યુ થયા છે..
