વિદેશમંત્રી ડો.એસ જયશંકરે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી..આ મુલાકાત દરમ્યાન કોવિડ-19 મહામારીને પગલે ઉભા થયેલા પડકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી..આ મુલાકાત દરમ્યાન કોવિડ-19 મહામારીને પગલે ઉભા થયેલા પડકાર અંગે ચર્ચા કરવામાં આવી હતી..એસ. જયશંકરે કહ્યુ કે રસીના વધુ ઉત્પાદન અને નિષ્પક્ષ વિતરણ સુનિશ્ચીત કરવા માટે રસીની માગને પુરી કરવી જરૂરી છે..તેઓએ જળવાયુને લઈને ઝડપથી કામ કરવા બાબતે પણ વાતચીત કરી હતી.. આ વર્ષે જાન્યુઆરીમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અસ્થાયી સદસ્યનાં રૂપે ભારતનાં ભાગ લીધા પછી જયશંકરની સંયુક્ત રાષ્ટ્ર પરિષદનાં મહાસચિવ સાથે આ પહેલી મુલાકાત હતી..ડૉ. જયશંકરે સુરક્ષા પરિષદમાં ભારતની રચનાત્મક ભૂમિકા પર પ્રકાશ નાખતા, ઓગસ્ટમાં અહિયાનાં સર્વોચ્ચ પદની પ્રાથમિકતાઓને લઈને ચર્ચા કરી હતી...તેઓએ કહ્યુ કે શાંતિ સ્થાપ્ના કરવા માટે સમુદ્રી સુરક્ષા અને પ્રોદ્યોગિકી આજની જરૂરતો છે..બેઠક દરમ્યાન વિદેશમંત્રીએ ભારતનાં પાડોશી દેશોથી સંબંધિત પડકારને લઈને પણ વિચાર વિમર્શ કર્યુ હતુ...અને કહ્યુ કે આતંકવાદ અને કટ્ટરપંથનો મુકાબલો કરવો સમગ્ર ક્ષેત્ર માટે પ્રાથમિકતા રહ્યુ છે..વિદેશમંત્રીએ કહ્યુ કે, ભારત સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનાં નેતૃત્વને વિશેષ રૂપમાં આ પડકારરૂપ સમયમાં મહત્વ આપે છે.. ભારતિય વિદેશમંત્રી જયશંકરે બીજા કાર્યકાળ માટે ઉમેદવારી માટે ભારતનાં સમર્થનથી માહિતગાર કરાવ્યા હતા..
