Skip to main content
Settings Settings for Dark

ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા

Live TV

X
  • ભાજપે સાધ્વી પ્રજ્ઞાના નિવેદનને તેમનું અંગત નિવેદન ગણાવ્યું

    ભોપાલ લોકસભાના બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે 26/11ના મુંબઈ હુમલામાં શહિદ થયેલ પોલીસ અધિકારી હેમંત કરેકરે અંગે આપેલા નિવેદન માટે ભાજપે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ભાજપે તેને સાધ્વી પ્રજ્ઞાનું અંગત નિવેદન ગણાવ્યું હતું. ભાજપે કહ્યું હતું કે, માતૃભૂમીની રક્ષા કરતા જે સિપાહી શહિદ થાય છે, પક્ષ તેવા શહિદોનું હરહંમેશ સન્માન કરે છે. તો બીજી તરફ ભાજપના નેતા રામ માધવે કહ્યું હતું કે, જે નિવેદન સાધ્વી પ્રજ્ઞાએ આપ્યું તે, તેમનું વ્યક્તિગત નિવેદન છે. તો કોંગ્રેસે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મુદ્દે ભાજપ નિર્ણાયક કાર્યવાહી કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply