ભાજપના કાર્યાલય ખાતે યોજાઇ બેઠક, NDAના સાથી પક્ષોનો માન્યો આભાર
Live TV
-
બેઠકમાં એનડીએના બધા જ પ્રમુખ નેતાઓએ ભાગ લીધો. સાથી પક્ષોએ બેઠકમાં નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું. બેઠક દરમિયાન એનડીએના બધા જ સાથી પક્ષો એક્ઝિટ પોલના પરિણામોથી ઉત્સાહિત જણાતા હતા.
ભાજપના મુખ્ય કાર્યાલય પર બીજેપી અધ્યક્ષ અમિત શાહે બેઠક બોલાવી હતી અને સાથે એનડીએના બધા જ સાથી પક્ષોનો આભાર માન્યો હતો. બેઠકમાં એનડીએના બધા જ પ્રમુખ નેતાઓએ ભાગ લીધો. સાથી પક્ષોએ બેઠકમાં નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું. બેઠક દરમિયાન એનડીએના બધા જ સાથી પક્ષો એક્ઝિટ પોલના પરિણામોથી ઉત્સાહિત જણાતા હતા. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામો જલ્દી જ આવવાના હોવાથી આભાર અને શુભકામના આપવાના ઉદેશથી આ કાર્યક્રમ યોજાયો હતો. નરેન્દ્ર મોદીએ બધા જ સાથી પક્ષોનાં કામકાજને લઈને આભાર વ્યક્ત કર્યો.
