ભાજપના દિગ્ગજ નેતા PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના ઇટાવા અને ધૌરહરામાં જનસભાને કરશે સંબોધિત
Live TV
-
ભાજપના દિગ્ગજ નેતા PM નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના ઇટાવા અને ધૌરહરામાં જનસભાને કરશે સંબોધિત
લોકસભા ચૂંટણીના બાકીના તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ છે. ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી NDA ઉમેદવારોની તરફેણમાં સતત જનસમર્થન એકત્ર કરી રહ્યા છે. PM આજે ઉત્તર પ્રદેશમાં જોરદાર પ્રચાર કરશે. આજે PM સૌથી પહેલા UPના ઈટાવામાં જાહેરસભા કરશે. ભાજપે અહીંથી ફરી પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપના વર્તમાન સાંસદ પ્રોફેસર રાજશંકર કથેરિયાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. આ પછી પ્રધાનમંત્રી સીતાપુર પહોંચશે. જ્યાં તેઓ હરગાંવના લગૂન ફિલ્ડમાં જનસભાને સંબોધશે. અહીંથી પ્રધાનમંત્રી 1 સાથે 4 લોકસભા સીટો જેમ કે સીતાપુર, ધૌરહરા, ખેરી અને મિસરિખના મતદારોને વિજયી સંદેશ આપશે. દિવસના અંતે PM ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાધામ પહોંચશે. PM અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ રોડ શો કરશે.