ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ બ્લોગ પર વિચારો વ્યક્ત કર્યા
Live TV
-
ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી એ કહ્યું છે કે, તેમના માટે દેશ પ્રથમ ત્યારબાદ પાર્ટી અને ત્યાર બાદ ખુદ આવે છે. આ પ્રમાણે પોતાના બ્લોગમાં જણાવી તેમણે કહ્યું હતું કે, ભારતીય લોકશાહીનો સાર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સન્માન છે. પોતાના સ્થાપના સમયથી ભાજપાએ રાજનીતિક રૂપથી અસંમત થનાર લોકોને ક્યારેય દુશ્મન માન્યા નથી. પરંતુ હરીફ જ માન્યા છે. ભાજપ વ્યક્તિગત અને રાજકીય રૂપે દરેક નાગરિકની પસંદની સ્વતંત્રતાની હિમાયતી રહી છે. અડવાણીનો બ્લોગ એવા સમયે આવ્યો છે જ્યારે છ એપ્રિલે ભાજપાના સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. અને 11 એપ્રિલથી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થશે. પ્રધાનમંત્રીએ એલ. કે. અડવાણીના બ્લોગ નું સમર્થન કર્યું છે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, અડવાણીજીએ સીધી રીતે ભાજપના સાચાભાવ વ્યક્ત કર્યા છે.
