PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં બે ચૂંટણી રેલી સંબોધશે
Live TV
-
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં બે ચૂંટણી રેલી સંબોધશે. ભાજપા ઉત્તરપ્રદેશ એકમે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી અમરોહા અને સહરાનપુરમાં પક્ષના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલી સંબોધશે. સહરાનપુરમાં 11 એપ્રિલે જ્યારે અમરોહામાં 18 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે પ્રધાનમંત્રીની આ બીજી રેલી છે. અગાઉ તેમણે મેરઠમાં ચૂંટણી રેલી સંબોધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધન કરશે, તો પ્રિયંકા ગાંધી ગાઝીયાબાદમાં રોડ શો કરશે. તૃણમુલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનરજી આજે આસામના ઘુમરીમાં ચૂંટણીસભા સંબોધશે. લોકસભા ચૂંટણી માટે મતદાતાઓને આકર્ષિત કરતાં રાજકીય પક્ષના નેતા દેશના વિવિધ પ્રદેશોમાં ચૂંટણીસભા કરી રહ્યા છે. ભાજપા અધ્યક્ષ અમિત શાહે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રેલી સંબોધી હતી, જ્યાં તેમણે વિપક્ષની ટીકા કરી હતી. તેમણે મોદી સરકારની ઉપલબ્ધીઓ ગણાવી હતી, અને આંધ્રપ્રદેશ - તેલંગાણાની વર્તમાન સરકાર ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. ભાજપ નેતા રાજનાથસિંહે ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના વિકાસ કાર્યો જનતા સમક્ષ રાખીને કહ્યું કે, વર્તમાન સરકારે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો પ્રયાસ કર્યો છે.
