ભાજપાધ્યક્ષ અમિત શાહે ઓડિશામાં સંકલ્પ પત્ર કર્યો જાહેર
Live TV
-
ઉડિશા વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા ભાજપએ ભુવનેશ્વર ખાતે પોતાના સંકલ્પ પત્ર જાહેર કર્યા છે. આપ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પ્રમુખ નેતા ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યાં હતા. ખાસ કરીને નવ જેટલા પ્રમુખ મુદ્દાઓ ધ્યાને રાખી આ સંકલ્પ પત્ર તૈયાર કરવામા આવ્યું છે.
જેમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે બળાત્કારીને મોતની સજા અને વરિષ્ઠ નાગરિક તેમજ ગરીબ ખેડૂતોને 3 હજારના પેનશનની ભલામણ સ્વાસ્થ્ય સેવા સુધારવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે કુપોષણ સામે લડવા માટે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજનું વચન પણ આપવામાં આવ્યું છે. ઉડિશા વિધાનસભાની 147 બેઠક માટે ચાર ચરણમાં મતદાન થવાનું છે.
