મહાગઠબંધનની પહેલી સંયુક્ત રેલી, માયાવતી-અખિલેશ એક મંચ પર
Live TV
-
લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષનાં નેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશનાં સહરાનપુરના દેવબંધમાં પ્રથમ વખત સપા, બસપા અને આરએલડીની સંયુક્ત રેલી યોજાઈ રહી છે.
આ રેલીમાં ત્રણેય પક્ષનાં વડા નેતાઓ એક મંચ ઉપર નજર આવ્યા હતા. મહાગઠબંધનની આ પહેલી સંયુક્ત રેલીમાં માયાવતી, અખિલેશ યાદવ અને અજીતસિંહ એક સાથે એક મંચ પર નજર આવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ ઉત્તરપ્રદેશની 8 લોકસભા બેઠક માટે 11 એપ્રિલે મતદાન યોજાવા જઈ રહ્યું છે.
