ભાજપ 'ફિર એકબાર મોદી સરકાર', તો કોંગ્રેસ 'અબ હોગા ન્યાય' કેમ્પેઈન સાથે પ્રચાર યુદ્ધમાં
Live TV
-
નવી દિલ્લી ભાજપ કાર્યલય ખાતે બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જ્યાં તેઓએ બીજેપીએ પોતાના લોકસભાની ચૂંટણી માટે મુખ્ય કેમ્પેઈન લોન્ચ કર્યું છે. જેનું નામ ફિર એક બાર મોદી સરકાર થીમ અને સ્લોગન જાહેર કર્યું છે. આ સાથે ભાજપ ભાજપ આવતી કાલે લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો જાહેર કરશે. જેમાં મહિલા સુરક્ષા અને સશક્તિકરણ સાથે અને કેન્દ્ર સરકારની પાંચ વર્ષની ઉપલબ્ધીઓની વાત કરવામાં આવશે.
તો બીજી તરફ કોંગ્રેસે 'અબ હોગા ન્યાય' સ્લોગન સાથે ચૂંટણી પ્રચાર કેમ્પેઈનની શરૂઆત કરી છે. કોંગ્રેસે #AbHogaNYAY સાથે લોકસભા ચૂંટણીના કેમ્પેઈનની શરૂઆત કરતા પોતાના ઘોષણાપત્રની મુખ્ય મુખ્ય યોજનાઓ અને લાભોને લગતા અનેક ટ્વિટ કર્યાં છે.
