ભાજપા જાગૃકતા અભિયાનની કરશે શરૂઆત
Live TV
-
દેશમાં નાગરિકતા સંશોધન વિરુદ્ધ ફેલાયેલી અફવાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે , ભારતીય જનતા પાર્ટી, દેશભરમાં જાગૃકતા અભિયાનની શરૂઆત કરશે.
દેશમાં નાગરિકતા સંશોધન વિરુદ્ધ ફેલાયેલી અફવાઓને દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે , ભારતીય જનતા પાર્ટી, દેશભરમાં જાગૃકતા અભિયાનની શરૂઆત કરશે. પાંચ જાન્યુઆરીથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ , નવી દિલ્હીથી 'ઘર-ઘર સંપર્ક' અભિયાનને લોન્ચ કરશે. 10 દિવસના આ અભિયાનને , ભાજપે વધુ ઝડપી કરવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન મારફતે દેશભરના 3 કરોડ પરિવાર સુધી પહોંચીને , નાગરિકતા સંશોધન કાયદાની જાણકારી આપવાનું , ભાજપે લક્ષ્ય રાખ્યું છે. આ અભિયાન હેઠળ ભાજપના દિગ્ગજ નેતાઓ, કેન્દ્રીય મંત્રીઓ , અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ , ઘર-ઘર સંપર્ક કરશે. ભાજપે આ અભિયાન માટે , ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. મહત્વનું છે , કે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત સાહ સાથે, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા ગાઝિયાબાદમાં,, રક્ષામંત્રી રાજનાથ સિંહ લખનૌમાં, , કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં ,, તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મળા સીતારમણ , જયપુરમાં , એક સાથે આ અભિયાનની શરૂઆત કરશે.
