ભાજપે અભિનેતા સની દેઓલને પંજાબના ગુરૂદાસપુરથી આપી ટિકિટ
Live TV
-
અભિનેતા સની દેઓલ ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાતા તેમને પંજાબની ગુરૂદાસપુર બેઠકની ટીકિટ આપવામાં આવી હતી. ભાજપે કિરણ ખેરને ચંડીગઢ બેઠક તેમજ સોમપ્રકાશને હોશિંયાર પુર બેઠક પર ટિકીટ ફાળવી છે.
અભિનેતા સની દેઓલ ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાતા તેમને પંજાબની ગુરૂદાસપુર બેઠકની ટીકિટ આપવામાં આવી હતી. ભાજપે કિરણ ખેરને ચંડીગઢ બેઠક તેમજ સોમપ્રકાશને હોશિંયાર પુર બેઠક પર ટિકીટ ફાળવી છે. દરમ્યાન દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના વર્તમાન સાંસદ ઉદિત રાજના બદલે વાયવ્ય દિલ્હીની બેઠક પર ગાયક હંસરાજ હંસને ટિકીટ આપી દીધી છે. હંસરાજ હંસ જાણીતા પંજાબી સૂફી અને લોકગીતોના ગાયક છે. પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પૂર્વ દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઝુકાવ્યું છે. તેઓ આપના ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદસિંહ લવલી સામે ટકરાશે. એ જ પ્રમાણે મીનાક્ષી લેખી દક્ષિણ દિલ્હીની બેઠક પર ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. કોંગ્રેસના અજય માકન અને આપના ઉમેદવાર બ્રિજેશ ગોયેલ સામે તેઓ જંગે ઉતરશે.
