ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે વધુ પાંચ ઉમેદવારોના નામ કર્યા જાહેર
Live TV
-
પાર્ટીએ હરિયાણાથી રામચંદ્ર જંગરા અને દુષ્યંતકુમાર ગૌતમને મેદાનમાં ઉતાર્યા છે
ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે વધુ પાંચ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. પાર્ટીએ હરિયાણાથી રામચંદ્ર જંગરા અને દુષ્યંતકુમાર ગૌતમ, હિમાચલ પ્રદેશના ઇન્દુ ગોસ્વામી, મહારાષ્ટ્રના ભાગવત કરાડ અને મધ્યપ્રદેશથી સુમેરસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ ગઈકાલે ચૂંટણી માટે નવ ઉમેદવારોના નામ આપ્યા હતા. આ પહેલાની યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપે 9 બેઠકો પર રાજ્યસભાના ઉમેદવારો જાહેર કર્યા હતા જયારે બે બેઠકો સહયોગીઓને આપી હતી. ગુજરાતમાંથી ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે મધ્યપ્રદેશમાંથી જયોતિરાદિત્ય સિંધિયાને ભાજપે રાજયસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. રમીલાબેન બારા મૂળ ખેડબ્રહ્માના વિજયનગરના વતની છે. તેમજ 2004 થી 2008 સુધી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમજ હાલમાં તેઓ સંગઠનમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યાં છે. જયારે અભય ભારદ્વાજ વકીલ છે અને લો કમિશનના સભ્ય રહી ચૂક્યા છે. જયારે બાર એસોસિએશનના અનેકવાર પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
