Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં થયેલી દિલ્હી હિંસાની ચર્ચાનો અમિત શાહએ આપયો જવાબ

Live TV

X
  • હિંસા માટે જવાબદાર કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે.

    લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું , કે દિલ્હી હિંસા , એક સુનિયોજીત કાવતરૂ હતું. આ હિંસા માટે જવાબદાર કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. તેમની સામે કડકમાં કડક પગલા લેવાશે. લોકસભામાં થયેલી દિલ્હી હિંસાની ચર્ચાનો , અમિત શાહ જવાબ આપી રહ્યાં હતા. જવાબ આપતા તેમણે જણાવ્યું , કે દિલ્લી હિંસામાં 52 લોકોના મોત થયા, જેના પરિજનો પ્રત્યે , તેઓ સંવેદના વ્યક્ત કરે છે.. આ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ , કોંગ્રેસના સાત સભ્યોના સસ્પેન્શનના આદેશને , તાત્કાલિક રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ગત અઠવાઠિયે આ સાત સભ્યોને , અશિસ્ત વ્યવહારના કારણે , સંસદના બાકી સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સાતેય સભ્યોના સસ્પેન્શનના આદેશને રદ્દ કરવાના નિર્ણયને , લોકસભામાં ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અધ્યક્ષે સંસદમાં જણાવ્યું હતું , કે પાંચ માર્ચે સસ્પેન્ડ કરાયેલા કોંગ્રેસના સાતેય સભ્યોનું સસ્પેશન્સ , રદ થાય છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું, કે સંસદના બધા જ નેતાઓએ સંસદની ગરિમાને જાળવવા માટે , સંમતિ વ્યક્ત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંસદ , સમગ્ર દેશ માટે એક ઉદાહરણ બને, અને ગ્રામપંચાયત સુધી તેની ચર્ચા થાય , તેવા પ્રયાસ કરવા જોઈએ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply