ભાજપે 7 રાજ્યોમાં 24 લોકસભા બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા
Live TV
-
કોંગ્રેસે લોકસભા માટે પાંચ ઉમેદવાર જાહેર કર્યા, પટના સાહિબથી શત્રુઘ્નસિંહા સહિત પંજાબની ત્રણ સીટ તથા હિમાચલપ્રદેશની હમીદપુર સીટના ઉમેદવાર નક્કી કર્યા
લોકસભા ચૂંટણી માટે ભાજપાએ ઝારખંડ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ , યુપી, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની 24 લોકસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. આ યાદીમાં હરિયાણા ગુરૂગ્રામથી ભાજપાએ રાવ ઇન્દ્રસિંહ, ફરિદાબાદથી કૃષ્ણપાલ ગુર્જર સહિત આઠ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. મધ્યપ્રદેશના છિંદવાડા સહિત ત્રણ લોકસભાના ઉમેદવારો નક્કી કર્યા છે. જ્યારે રાજસ્થાનની રાજસંમત સીટથી દીયાકુમારી સહિત રાજ્યની ત્રણ અન્ય લોકસભા સીટ માટે ઉમેદવારો નક્કી કર્યા છે. ઉત્તરપ્રદેશની ચાર સીટ માટે ઉમેદવારના નામની જાહેરાત કરી છે. તેમાં બાંદાથી વર્તમાન સાંસદ ભૈરવપ્રસાદની ટીકીટ કાપીને આર. કે. પટેલને ટીકીટ આપી છે. આ યાદીમાં ઝારખંડની ત્રણ અને પશ્ચિમ બંગાળની પૂર્વ બેઠક ઉપર ભાજપાએ ઉમેદવાર નક્કી કર્યા છે. આ સાથે ભાજપાએ વિધાનસભા માટે ચાર નામ જાહેર કર્યા છે. તો કોંગ્રેસે લોકસભા માટે પાંચ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં પટના સાહિબથી શત્રુઘ્નસિંહા સહિત પંજાબની ત્રણ સીટ, તથા હિમાચલપ્રદેશની હમીદપુર સીટના ઉમેદવાર નક્કી કર્યા છે
