ભાજપ, કોંગ્રેસ, JDS અને AAPનો કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં
Live TV
-
કર્ણાટકમાં ચુંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ, જે.ડી.એસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ દળોના સ્ટાર પ્રચારકો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે.
કર્ણાટકમાં ચુંટણી પહેલા ભાજપ, કોંગ્રેસ, જે.ડી.એસ અને આમ આદમી પાર્ટી સહિત તમામ દળોના સ્ટાર પ્રચારકો જોરદાર પ્રચાર કરી રહ્યાં છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડાએ ચૂંટણીની કમાન સંભાળી છે.
પ્રધાનમંત્રીએ ગઇકાલે બેંગલુરૂમાં રોડ શો યોજ્યો હતો. અમિત શાહે બાવલકોટ અને બેલગાવીમાં રોડ-શો તેમજ રેલી યોજી હતી. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ હરપન-હલ્લીમાં રોડ શો કર્યો. તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મુદ-બિદ્રીમાં જનસભાને સંબોધી જણાવ્યું કે, બેગ્લુરૂના લોકોએ પોતાના શિક્ષણના માધ્યમથી વિશ્વમાં નામ રોશન કર્યું છે. તો રાજ્યની ક્ષેત્રિય પાર્ટી JDS પણ પ્રચાર પ્રસાર કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ પ્રજા પાસે મત માંગ્યા હતા.
