ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડશે: પ્રકાશ જાવડેકર
Live TV
-
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અનુસંધાનમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં નાગરિકતા કાયદાને મુદ્દે થયેલી હિંસા માટે જવાબદાર છે.
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકી દીધું છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અનુસંધાનમાં એક પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં નાગરિકતા કાયદાને મુદ્દે થયેલી હિંસા માટે જવાબદાર છે. વિધાનસભા ચૂંટણી માટે પક્ષની વ્યૂહરચનાની સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડશે. પ્રકાશ જાવડેકરે દાવો કર્યો હતો કે, ભાજપ દિલ્હી વિધાનસભામાં એક મજબૂત દાવેદાર છે અને ભાજપ મોદી સરકારની કામગીરીને મુદ્દો બનાવીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે
