ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્રએ આંખના કેન્સરના ઉપચાર માટે થેરાપી વિકસાવી સિધ્ધી હાંસલ કરી
Live TV
-
ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર એ પહલીવાર આંખોના કેન્સર માટે સ્વનિર્ભિત રૂથીનિયમ 106 પ્લૈકના સ્વરૂપે એક થેરાપી વિક્સાવીને સિધ્ધી હાંસલ કરી છે.
અત્યાર સુધી 7 દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો
આ થૈરાપી અત્યાર સુધી 7 દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો છે. જેમાં બે રેટિનોબ્લાસ્ટોમાં અને બે કોરોઇટલ મેલાનોના દર્દીઓનો સમાવેશ થાય છે. આ થેરાપી સર્જરી માટે અત્યંત સરળ અને દર્દીઓની દેખરેખ માટે સુવિધાજનક સાબિત પૂરવાર થઇ છે.
શરૂઆતમાં જ સંતોષકારક પરિણામો
આ સાથે સર્જરી દ્વારા શરૂઆતમાં જ સંતોષકારક પરિણામો આપે છે. પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત આ થેરાપી દ્વારા સર્જરી કરવા માટે મુંબઇ સ્થિત ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલ અને ગુવાહટી સ્થિત બરૂઆ કેન્સર હોસ્પિટલને પસંદ કરવામાં આવી છે.
