Skip to main content
Settings Settings for Dark

UKથી પરત ફરેલા 20 લોકોમાં જોવા મળ્યો કોરોના વાયરસનો નવો સ્ટ્રેન

Live TV

X
  • કોરોના વાયરસ દેશ અને દુનિયાભરમાં પોતાનો પ્રભાવ ઓછો કરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું. પરંતુ હવે તેના નવા સ્ટ્રેનના કારણે લોકો ચિંતામાં છે. ભારતમાં અત્યાર સુધી નવા સ્ટ્રેનના 6 કેસ આવ્યા હોવાની વાત સામે આવી હતી. હવે તે સંખ્યા વધીને 20 થઈ ગઈ છે. 

    નવા સ્ટ્રેનના 20 કેસ નોંઘાયા  

    ભારતમાં નવા પ્રકારના કોરોના વાયરસના 20 કેસ નોંધાયા છે. UKથી પરત ફરેલા લોકોના ભારતમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 20 લોકોમાં નવો કોરોના વાયરસ જોવા મળ્યો છે. 

    સરકાર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સતર્ક થઇ

    કોરોના મહામારી સામે જંગ યથાવત છે ત્યારે સરકાર આ જંગ સામે પૂરી રીતે તૈયાર છે. દેશમાં સંક્રમણની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. તો બીજી બાજુ બ્રિટનથી આવેલા 6 દર્દીઓમાં નવા પ્રકારનો વાયરસ જોવા મળ્યો હતો અને હવે આ આંકડો 20એ પહોંચી ગયો છે. જેને પગલે સરકાર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સતર્ક થઇ છે. જો કે રાહતના સમાચાર એ છે, કે સરકાર હવે કોરોના સામે વેક્સિન વિતરણની તૈયારીઓમાં જોડાઇ છે. 

    વેક્સીન દ્વારા કંટ્રેલમાં આવી શકે છે 

    મુખ્ય વૈજ્ઞાનિક અને સલાહકાર વિજય રાઘવને જણાવ્યુ હતુ. નવા પ્રકારના વાયરસમાં જોઇએ એટલો બદલાવ નથી અને આ વાયરસ વેક્સિન દ્વારા કંટ્રોલમાં આવી શકે તેમ છે. તેમ છતાં ઝડપી વાયરલ થાય છે. પરંતુ સરકાર પૂરી રીતે સતર્ક છે. આ સાથે બ્રિટનથી આવતી ફ્લાઇટો પર સરકારે હાલમા પ્રતિબંધ લગાવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply