LAC પર તણાવ મુદ્દે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીનને કડક શબ્દોમાં આપ્યો સંદેશ
Live TV
-
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે ચીનને ફરી એક વખત કડક શબ્દોમાં સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે અમે વિસ્તારવાદી એજન્ડાનો જડબાતોડ જવાબ આપીશું. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત બહારી ખતરાને પહોંચી વળવા માટે સક્ષમ છે અને જે પણ કોઈ આપણી સુરક્ષા માટે ખતરો બનશે તેને કોઈ પણ કિંમત પર છોડવામાં નહીં આવે.
કોઈ પણ દેશને જડબાતોડ જવાબ આપવાની ભારત પાસે તાકાત છે
રાજનાથે પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વિસ્તારવાદી એજન્ડા વાળા કોઈ પણ દેશને જડબાતોડ જવાબ આપવાની ભારત પાસે તાકાત છે. તેમણે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદી છે અને આપણી જમીન પર કબજો કરવાનો પ્રયત્ન કરે છે તો ભારત પાસે એવી ક્ષમતા પણ છે અને શક્તિ પણ છે કે તે પોતાની જમીનને કોઈ પણના હાથમાં ન જવા દે, પછી ભલે તે દુનિયાનો કોઈ પણ દેશ હોય.
પ્રધાનમંત્રી માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવાની વાત
જો કોઈ દેશ ભારતની ભૂમિ પર કબજો કરવાનો પ્રયત્ન કરે છે તો ભારતમાં એ તાકાત છે કે તે પોતાની જમીન કોઈ બીજાના હાથમાં નહીં જવા દે. તેમણે દેશના પ્રધાનમંત્રી માટે અપશબ્દોનો ઉપયોગ ન કરવાની વાત પણ કરી હતી. પીએમ કોઈ એક વ્યક્તિ નથી પરંતુ એક સંસ્થા છે.
