Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે છઠ્ઠો ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર-2020 એવોર્ડ પ્રદાન કર્યો

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીડિયો કોન્ફરન્સ દ્વારા છઠ્ઠો ડિજિટલ ઇન્ડિયા પુરસ્કાર-2020 એવોર્ડ પ્રદાન કર્યો હતો.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 7 શ્રેણીઓમાં આ એવોર્ડ પ્રદાન કર્યો હતો. જેમાં ઇનોવેશન ઇન પેન્ડામિડ એવોર્ડ, એક્સેલેન્ટ ઇન ડીજિટલ ગર્વનર એવોર્ડ, એક્સેલેન્સ ઇન ડીજિટલ ગર્વનર એવોર્ડ સ્ટેટ/યુટી, એક્સેલેન્સ ઇન ડીજિટલ ગર્વનર એવોર્ડ -ડીસ્ટ્રીક્ટ, ઓપન ડેટા ચેમ્પિયન એવોર્ડ, એક્ઝામપ્લેરી પ્રોડક્ટ એવોર્ડ, જૂરી ચોઇસ એવોર્ડ, લાભાર્થીઓને પ્રદાન કરવામાં આવ્યું હતું. આ તમામ શ્રેણીઓને ગોલ્ડન અને સિલ્વર એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું, કે ડીજિટલ ઇન્ડિયા-2020 એવોર્ડ આ વખતે ડીજિટલ ટેક્નોલોજીના માધ્યમથી ઓનલાઇન યોજાઇ રહ્યો છે. તો આઇટી સેક્ટરોમાં 85 ટકા નવા સંશોધનોને કારણે દેશ હવે નવી ઉંચાઇ પર જશે. 

    ડિજિટલ ટેક્નોલોજીને કારણે લોકોના જીવન સરળ બન્યા 

    આ એવોર્ડ પ્રસંગે રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદે કહ્યું હતું, કે ડિજિટલ ટેક્નોલોજીને કારણે લોકોના જીવન સરળ બન્યા છે અને ખાર કરીને કોરાનાકાળ સમયમાં આ ટેક્નોલોજીને કારણે દેશને ઘણી મદદ મળી છે. આ ટેકનોલોજીને કારણે દેશની અનેક શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઇન અભ્યાસ આપવામાં મદદ મળી છે. તો આરોગ્ય સેતુ, ઇ-ઓફિસો શરૂ કરવામાં મદદ મળી છે. દેશના છેવાડાના ગામડાઓમાં પણ આ ટેક્નોલોજીની મદદથી લાભ મળ્યો છે.   
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply