રાજકોટ AIIMS ખાતમુહૂર્ત સંદર્ભે ઉચ્ચ અધિકારીઓએ સભાસ્થળની તૈયારીઓની સમીક્ષા કરી
Live TV
-
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે એઇમ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજકોટમાં ખંઢેરી ગામ ખાતે 1200 કરોડના ખર્ચે 200 એકરમાં એઇમ્સના 17 જેટલા બિલ્ડિંગ બનાવવામાં આવશે. મહત્વનું છે કે એઇમ્સના 17 પ્લાનમાંથી 9 પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અન્ય બિલ્ડીંગના પ્લાન માટે આગામી બે ત્રણ દિવસમાં મંજૂરી મળી જશે. પ્રધાનમંત્રીની મુલાકાત સંદર્ભે આજે જિલ્લા પોલીસ વડા તેમજ કલેકટર રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયા તેમજ એઈમ્સના ઉચ્ચ અધિકારીઓએ સભાસ્થળની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાથે જ રાજકોટ રૂરલ પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત એક હજારથી પણ વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
એઇમ્સના ડાયરેકટર ડોક્ટર સંજીવ મિશ્રાએ જણાવ્યું હતું કે બે વર્ષમાં એઇમ્સ તૈયાર થઈ છે. એઇમ્સ દ્વારા હજારો યુવાનોને રોજગારી મળશે તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ પણ ગરીબ દર્દીઓને મળશે.
