ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનું કાર્યાલય પણ આરટીઆઈ હેઠળ
Live TV
-
સર્વોચ્ચ ન્યાયાલયનો મહત્ત્વનો ચુકાદો, પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે દિલ્લી હાઇકોર્ટના ચુકાદાને માન્ય ઠેરવ્યો
સર્વોચ્ચ ન્યાયાલયે આજે મહત્વના એક ચુકાદામાં કહ્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ માહિતી અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ કાયદા હેઠળ આવે છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે દિલ્લી હાઇકોર્ટના ચુકાદાને માન્ય ઠેરવ્યો હતો. દિલ્લી હાઇકોર્ટે વર્ષ 2010માં ચૂકાદો આપ્યો હતો કે મુખ્ય ન્યાયમૂર્તિનું કાર્યાલય એ જાહેર સત્તા છે અને તેથી તે આરટીઆઈ કાયદા હેઠળ આવવું જોઈએ. પાંચ ન્યાયાધીશોની ખેડપીઠમાં ન્યાયમૂર્તિ એન. વી. રમણ, ડી. વાય. ચંદ્રચૂડ, દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે
