Skip to main content
Settings Settings for Dark

11મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રઝિલીયા પહોંચ્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી અનેક દ્વિપક્ષીય બેઠકોમાં લેશે ભાગ, શિખર સંમેલન દરમિયાન પાંચ પ્રમુખ અર્થ વ્યવસ્થાનું લક્ષ્ય વિજ્ઞાન, નવા સાહસોને સહયોગથી મજબૂત બનાવવાનું રહેશે

     

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 મા બ્રિક્સ શીખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે બ્રઝિલીયા પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વર્ષે શીખર સંમેલનનો વિષય અભિનવ ભવિષ્ય માટે આર્થિક વિકાસ છે. પ્રધાનમંત્રી મોદી છઠ્ઠી વખત બ્રિક્સ સંમેલનમાં ભાગ લઇ રહ્યા છે. શિખર સંમેલનના પ્રથમ દિવસે બ્રાઝિલના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ગાલા ડિનર સાથે એક દિવસનો સ્વાગત સમારોહ યોજવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ વ્યાપાર પરિષદના સમાપન સમારોહમાં ભાગ લેશે. આ સાથે જ બ્રિક્સ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ અને સંવર્ધન એજન્સીઓની સાથે સમજૂતી પત્રો પર હસ્તાક્ષર થવાની શક્યતાઓ છે. આ સમજૂતીઓ રોકાણ વધારવા મદદરૂપ રહેશે. 14 નવેમ્બરે મુખ્ય નેતાઓની બેઠક મળશે અને વૈશ્વિક બાબતો પર ચર્ચા થશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply