Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કુલ રસીકરણ કવરેજની સંખ્યા 13.23 કરોડથી વધારે થઇ

Live TV

X
  • ભારતમાં હાથ ધરવામાં આવેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીનાં કુલ 13.23 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 19,28,118 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 13,23,30,644 રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારા 92,19,544 HCWs અને બીજો ડોઝ લેનારા 58,52,071 HCWs આમાં સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,16,32,050 FLWs અને બીજો ડોઝ લેનારા 59,36,530 FLWs છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,78,67,118, બીજો ડોઝ લેનારા 57,60,331 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,44,28,884 અને બીજો ડોઝ લેનારા 16,34,116 લાભાર્થીઓ સામેલ છે. દેશભરમાં અત્યાર સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 59.25% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

    ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 22,91,428 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 14.38% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,33,890 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે. ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 59.99% દર્દીઓ માત્ર પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply