Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કોરોનાના 83 કેસ, ભારત-બાંગ્લાદેશ સીમા પર બસ અને ટ્રેન સેવાઓ કરાઈ રદ

Live TV

X
  • દિલ્હીમાં કોરોના વાયરસથી પ્રભાવિત એક મહિલાનું મોત

    દેશમાં કોરોના વાઈરસના કુલ કેસ વધીને 83 થઈ ચૂક્યા છે. તેમાં કેરળમાં સારવાર લઈને ડિસ્ચાર્જ થયેલા ત્રણ દર્દી અને દિલ્હીના તે સાત દર્દીનો પણ સમાવેશ થાય છે કે, જેમને સફદરજંગ હોસ્પિટલમાંથી સારવારને અંતે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તે અરસામાં કોરાના વાયરસને કારણે ભારતમાં બીજું મૃત્યુ નોંધાયું હતું. પોઝીટીવ કેસ સાબિત થયેલા દિલ્હીના 68 વર્ષના વૃદ્ધાનું મૃત્યુ થયું છે. આ વૃદ્ધા પોતાના પુત્રના સંપર્કમાં આવ્યા હતા, તે પુત્ર દિલ્હીનો પાંચમો કન્ફર્મ કેસ બની રહ્યા છે. તે અરસામાં ચીના વુહાનમાંથી ભારત લાવવામાં આવેલા 112 વ્યક્તિનું પરિક્ષણ થતાં તેમના કેસ નેગેટીવ માલૂમ પડ્યા છે. તેમને દિલ્હી ખાતેની આઈ.ટી.બી.પી સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. સાત દેશોમાંથી પાછા લાવવામાં આવેલા 36 લોકોને પણ આ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

    બીજી તરફ વડાપ્રધાન મોદીએ લોકોને અપીલ કરી છે કે કોરોના વાયરસથી ડરશો નહીં. સાથે જ પીએમ મોદીએ વાયરસને ફેલાતો રોકવા માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.તેમણે જાહેરાત કરી છે કે હાલ કોઈ પણ મંત્રી વિદેશ પ્રવાસે નહીં જાય. સાથે જ લોકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે, તેમજ ભીડવાળી જગ્યાઓ પર ન જવાની પણ સલાહ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply