ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર નથી : ICMR ના D.G. ડો. બલરામ ભાર્ગવ
Live TV
-
ઈન્ડીયન કાઊન્સીલ મેડિકલ રીસર્ચના 'મહાનિદેશકની' એક પત્રકાર પરિષદ યોજાઈ. જેમાં ICMR ના D.G. ડો. બલરામ ભાર્ગવ જેમણે જણાવ્યુ , કે ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર નથી. જો કે સરકાર અને સરકારી સંસ્થાઓ, હાલ તો પ્રીકોશનરી બેઝીસ પર કાર્યરત છે ,જેથી જાગૃતતા અને બચાવ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવી શકાય , જોકે વર્તમાન સ્થિતિ ચિંતાજનક નથી. મહત્વપૂર્ણ વાત માં એમણે જણાવ્યુ કે ભારત એ ગણતરીના દેશો માં છે, જેમણે કોરોના વાઈરસને Isolate કરી લીધો છે. હાલતો એની વેક્સીનેશન બનાવવાના શરુઆતની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યુ છે. જો કે તાત્કાલીક ધોરણે કોરોના માટે કોઈજ વેક્સીનેશન નથી. સૈધ્ધાંતિક રીતે માણસો પર પ્રયોગ કરી શકાય તેવી સુરક્ષિત વેક્સિનને બનાવતા 8 થી 12 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. ડો. બલરામ ભાર્ગવે જણાવ્યુ કે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ હાલ કાબુ માં છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન જેવી કોઈ જ સ્થિતિ હાલ નથી.
