ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ભારત સરકારને દોષી ન ગણી શકાય: વિદેશમંત્રી એસ જયશંકર
Live TV
-
‘ભીડ તો ભીડ છે, ભીડ છે' વિદેશમંત્રી એસ જયશંકરે ભારત સરકારના કોવિડ મેનેજમેન્ટની ઉત્સાહપૂર્વક પ્રશંસા કરી
કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘ભારતમાં કોરોનાની બીજી લહેર માટે નરેન્દ્ર મોદી સરકારને દોષી ન ગણી શકાય'..સાથે જ તેમણે કહ્યું કે, ‘ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને કોરોનાના સંક્રમણના ફેલાવા માટે જવાબદાર ન ગણી શકાય' લંડનમાં ઇન્ડિયા ઇન્ક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ‘સમસ્યાના નિદાનની બાબતમાં અને આકારણીમાં સરકારે કેવી પ્રતિક્રિયા આપી તે સંદર્ભમાં સરકારને દોષ આપવો મને યોગ્ય નથી લાગતો' કાર્યક્રમમાં વિદેશમંત્રીએ વધુમાં કહ્યું કે, લગભગ 2-3 મહીના પહેલા ભારતમાં એક દિવસમાં 10 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાતા હતા અને હવે આ આંકડો 38 ગણો વધારે છે, જે બતાવે છે વાયરસ કેટલો વાયરલ છે.
‘તમારે ખરેખર તીવ્રતા અને વિશાળતાને સમજવી પડશે..તૈયારીઓ ન હોવા છતાં અમે પ્રથમ લહેરને પણ પછાડી' તેવું વિદેશમંત્રીએ જણાવ્યું..‘આમ પણ, કોઇએ પણ આ પહેલા આવી મહામારીની તીવ્રતા અને પરિમાણોને સમજ્યા અને જોયા ન હતા..પરંતુ, પ્રથમ લહેરમાં એક દેશ તરીકે, એક સમાજ તરીકે અને એક વ્યક્તિ તરીકે માસ્ક મેળવવામાં, વેન્ટિલેટર મેળવવામાં, PPE કીટ મેળવવામાં, ટેસ્ટિંગ કિટ મેળવવામાં અમે સંઘર્ષ કર્યો અને પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કર્યું..તે એક મોટી કિંમત પર આવ્યું હતું..લૉકડાઉન ખૂબ દુ:ખદાયક હતું અને તે સમયે તે જ યોગ્ય અને અસરકારક નિર્ણય હતો'...તેમણે કહ્યું કે જેવું 2020નું વર્ષ પૂર્ણ થયું, માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ કેસ વધી રહ્યા હતા..
વિદેશમંત્રી એસ જયશંકરે દેશમાં યોજાયેલી જન સભાઓ, ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાનો બચાવ કરતા કહ્યું કે, આ તમામને પ્રસારના કારણોના રૂપમાં ન જોઇ શકાય..તેમના કહેવા પ્રમાણે, ‘વિરોધ માટે ભેગા થયેલા ટોળાને પણ દોષી માનવા જોઇએ'..ચૂંટણી રેલીઓને લઇને વિદેશમંત્રીએ કહ્યું કે, ‘ભારત એક લોકતાંત્રિક દેશ છે, જો ચૂંટણીનું આયોજન ન થાત, તો તમે કલ્પના કરો કે પ્રતિક્રિયા શું હોત ? ચૂંટણી એ લોકશાહીનો પવિત્ર પર્વ છે, અને આમ છતાં ભીડનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે'.અંતમાં તેમણે કહ્યું કે, ‘ભીડ તો ભીડ છે...એ ન હોય શકે કે ધાર્મિક ભીડ એક સમસ્યા છે, પરંતુ વિરોધ કરવા માટે ભીડ થાય તો એ ઠીક છે'
