Skip to main content
Settings Settings for Dark

ભારતમાં કોરોના વાયરસના 147 પોઝિટિવ કેસ, 3 લોકોના મોત

Live TV

X
  • મહારાષ્ટ્ર માં ત્રીજા મોતની પુષ્ટી સાથે , દેશમાં કુલ મૃત્યુઆંક થયો ત્રણ- યુરોપથી આવતા તમામ યાત્રીકો પર , 18 માર્ચથી આગામી આદેશ સુધી , કેન્દ્ર સરકારે લગાવી રોક

    ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ આંક વધીને 3 થયો છે. મહારાષ્ટ્રમાં ત્રીજા મોતની પુષ્ટી થઈ છે.મુંબઈમાં 63 વર્ષના એક દર્દીનું મોત નિપજ્યું છે. તેઓ અન્ય બિમારીથી પણ પીડાતા હતા. દેશમાં અત્યાર સુધી કુલ  147 કેસની પુષ્ટી થઈ છે.બીજી તરફ દેશમાં કોરોના વાયરસને વધતો અટકાવવા માટે , સરકારે આક્રમક રૂપ અપનાવ્યું છે. કોરોના વાયરસ સામે લડવા મંત્રીઓના સમુહની બેઠકમાં , સંબંધીત રણનીતિ ઉપર ચર્ચા થઈ હતી. બેઠકમાં સ્થિતિનું મુલ્યાંકન કરતા , તેના નિવારણના ઉપાય ઉપર ચર્ચા કરાઈ હતી. સરકારે સામાજીક કાર્યક્રમો માટે , એક માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારે યુરોપીય દેશ ઉપરાંત તુર્કી અને બ્રિટનથી આવનાર પ્રવાસીના પ્રવેશ ઉપર , 18થી 31 માર્ચ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. લદ્દાખ, ઓરિસ્સા, જમ્મુ-કાશ્મીર અને કેરળમાં , કોરોનાના એક-એક નવા કેસ સામે આવ્યા બાદ , દેશમાં કોરોના વાયરસના સંક્રમીતોની કુલ સંખ્યા , 147 થઈ છે. કેન્દ્રએ દેશમાં કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિના કારણે , સ્કુલ, કોલેજ, જીમ, સંગ્રહાલય, સિનેમાઘર સહિત , તમામ સંસ્થાને, 31 માર્ચ સુધી બંધ રાખવા નિર્ણય કર્યો છે. આ સંબંધમાં રાજ્ય સરકારોને , એક માર્ગદર્શિકા મોકલવામાં આવી છે. વિદ્યાર્થીઓને પણ , ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશથી આવતા પ્રવાસીઓ માટે , આઈશોલેશન સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યાં તેઓને ઘરમાં હોય , તેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ રીતે સરકાર , કોરોનાને ખાળવા પગલાં ભરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે , કે તેઓ કોરોના વાયરસ માટે, ટેકનોલોજી સંચાલિત સમાધાન , શેર કરે. ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું , કે કોવિડ 19 માટે , અનેક લોકો ટેકનોલોજી સંચાલિત સમાધાન , એક બીજાની વચ્ચે જાહેર કરી રહ્યા છે. તેમણે લોકોને આગ્રહ કર્યો , કે લોકો કોરોના સાથે જોડાયેલી તમામ માહિતી , Mygov પર મુકે. આ તરફ Mygovએ , પોતાના એક નિવેદનમાં કહ્યું , લક્ષણ જાણવા માટે , અભિનવ સમાધાન, બાયો ઈન્ફોર્મેટિક્સ, ડેટા બેઝ અને એપ્લીકેશન મદદ કરી શકે છે. Mygov પર શેર કરાયેલા સમાધાનનું, મૂલ્યાંકન કરવામાં આવશે , અને જે સમાધાન યોગ્ય લાગશે , તે આપનારા વ્યક્તિનું સન્માન કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply