Skip to main content
Settings Settings for Dark

ભારતમાં રિન્યુએબલ એનર્જીનો રેકોર્ડ વિસ્તરણ, ઓડિશામાં 1.5 લાખ સૌર યુનિટ સ્થાપિત કરાશે: મંત્રી પ્રહલાદ જોશી

Live TV

X
  • ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો કોલસા ભંડાર ધરાવે છે અને કોલસાનો બીજો સૌથી મોટો ગ્રાહક પણ છે.

    કેન્દ્રીય નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી રિન્યુએબલ એનર્જીને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે,  ભારતે નાણાકીય વર્ષ 2025-26માં નોન-ફોસિલ ઉર્જા ક્ષમતા વધારાનો અત્યાર સુધીનો સૌથી વધુ રેકોર્ડ હાંસલ કર્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 31.25 GW નોન-ફોસિલ ક્ષમતા ઉમેરવામાં આવી છે, જેમાંથી 24.28 GW એકલી સૌર ઉર્જા છે. પુરીમાં આયોજિત ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025માં તેમણે જાહેરાત કરી હતી કે, યુટિલિટી-લેડ એગ્રીગેશન મોડેલ હેઠળ ઓડિશામાં 1.5 લાખ રૂફટોપ સોલાર યુનિટ સ્થાપિત કરવામાં આવશે, જેનો સીધો લાભ રાજ્યના 7-8 લાખ લોકોને થશે.

    કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ શું કહ્યું ?

    કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ વૈશ્વિક રિન્યુએબલ એનર્જી વૃદ્ધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વિશ્વને પ્રથમ 1 ટેરાવોટ ક્ષમતા પ્રાપ્ત કરવામાં લગભગ 70 વર્ષ લાગ્યા, પરંતુ 2022થી 2024 વચ્ચેના માત્ર બે વર્ષમાં વૈશ્વિક ક્ષમતા 2 ટેરાવોટ સુધી પહોંચી ગઈ. આ ઝડપી વૃદ્ધિમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી છે. છેલ્લા 11 વર્ષમાં, ભારતની સૌર ક્ષમતા 2.8 ગીગાવોટથી વધીને આશરે 130 ગીગાવોટ થઈ છે, જે 4,500 ટકાનો વધારો દર્શાવે છે. વર્ષ 2022-2024માં, એકલા ભારતે 46 ગીગાવોટ સૌર ક્ષમતા ઉમેરીને વિશ્વમાં ત્રીજો સૌથી મોટો ફાળો આપનાર દેશ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.

    કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, ભારત વિશ્વનો પાંચમો સૌથી મોટો કોલસા ભંડાર ધરાવે છે અને કોલસાનો બીજો સૌથી મોટો ગ્રાહક પણ છે. આમ છતાં, દેશ રિન્યુએબલ એનર્જી અને કોલસા વચ્ચે સંતુલન સ્થાપિત કરીને ઝડપથી ઊર્જા સંક્રમણ તરફ આગળ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપાર અને ઔદ્યોગિક સ્પર્ધા સંબંધિત નવા વૈશ્વિક નિયમોએ ભારતના રિન્યુએબલ એનર્જી તરફના વલણને વધુ તાકીદનું અને વ્યૂહાત્મક બનાવ્યું છે. આ દિશામાં, ઓડિશાને ULA મોડેલ હેઠળ 1 kWની ક્ષમતા ધરાવતી 1 લાખ 50 હજાર છતવાળી સૌર સિસ્ટમો સ્થાપિત કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેનો આર્થિક રીતે નબળા વર્ગોને ઘણો ફાયદો થશે.

    ઓડિશા પહેલાથી જ સ્વચ્છ ઉર્જા અપનાવવામાં અગ્રેસર છે. રાજ્યમાં 3.1 ગીગાવોટથી વધુ સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા છે, જે રાજ્યની કુલ વીજળી ક્ષમતાના 34 ટકા છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ, 1.6 લાખ અરજીઓમાંથી 23 હજારથી વધુ સ્થાપનો પૂર્ણ થયા છે, અને રૂપિયા 147 કરોડથી વધુની સબસિડી 19,200થી વધુ પરિવારોના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિઓ, સરળ પ્રક્રિયાઓ, મજબૂત કેન્દ્ર-રાજ્ય સહયોગ અને માંગ-આધારિત યોજનાઓએ ભારતના રિન્યુએબલ એનર્જી વિકાસને નવી ગતિ આપી છે. 5થી 7 ડિસેમ્બર દરમિયાન પુરીમાં યોજાનારી ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025 ને ભારતની સ્વચ્છ ઉર્જા યાત્રાને આગળ વધારવામાં એક ઐતિહાસિક પગલું કહ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
apply