Skip to main content
Settings Settings for Dark

ભારતમાં સતત વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

Live TV

X
  • વિઝા અંગે ભારત સરકાર દ્વારા છેલ્લાં એક વર્ષમાં ઘણા મહત્ત્વપૂણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સરળ અને સુગમ વિઝા પ્રક્રિયા અને ઉદાર વલણના કારણે ભારતમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત સરકારે 166 દેશના નાગરિકોને ઈ વિઝા આપવામાં માટે દેશના 26 એરપોર્ટ અને 5 સી પોર્ટને આ સુવિધાથી સજ્જ કર્યા છે. જ્યાં વર્ષ 2015માં 4.47 લાખ પ્રવાસીઓ દેશની મુલાકાતે આવ્યાં હતા, ત્યાં આ સુવિધાને કારણે, ચાલુ વર્ષે 30 ઓક્ટોબર સુધીમાં 18 લાખ વિદેશી પ્રવાસીઓ ઈ વિઝાનો લાભ મેળવી ચુક્યાં છે. વધુમાં દેશમાં પ્રવાસ દરમિયા કોઈ વિદેશી પ્રવાસી, અગમ્ય કારણોસર જો બિમાર પડે તો તેનો ઈલાજ દેશભરમાં કોઈપણ હોસ્પિટલમાં થઈ શકે છે. સારવાર માટે મેડિકલ વિઝાની જરૂર નથી. તમામ પ્રકારના વીઝા માહિતી, અરજી અને પેમેન્ટ માટે ઓનલાઈન સુવિધા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply