Skip to main content
Settings Settings for Dark

ભારતીય-અમેરિકન ભવ્યાલાલ નાસામાં કાર્યકારી પ્રમુખ પદે નિયુક્ત

Live TV

X
  • ભવ્યા લાલની પાસે ઈજનેરી અને અંતરિક્ષનો ટેક્નીકલ અનુભવ છે

    નારી તું નારાયણી આ સૂત્ર આજે સાર્થક સાબિત થયું છે. આજે આપણા  દેશ માટે ગૌરવની વાત છે. દેશની દરેક દિકરી માટે શિક્ષણ અગત્ય છે એ વાત ભારતીય અમેરિકન મહિલા ભાવ્યા લાલે સાબિત કર્યું છે. હાલ તેઓ સ્પેસ ટેકનોલોજી અને નીતિ સમુદાયના સક્રિય સભ્ય છે. તેઓ અધ્યક્ષ, સહ-અધ્યક્ષ, અથવા પાંચ ઉચ્ચ અસરની રાષ્ટ્રીય એકેડેમી સાયન્સ (એનએએસ) સમિતિઓમાં સેવા આપી રહ્યા છે.

    મુળ ભારતીય- અમેરિકી ભવ્યા લાલને સોમવારે નાસા દ્વારા અમેરિકી અંતરિક્ષ એજન્સીના કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા નાસામાં બદલાવ સંબંધીત સમીક્ષા દળના સદસ્ય છે અને બાઈડન પ્રશાસન હેઠળની એજન્સીમાં પરિવર્તન સંબંધીત કાર્યો સંભાળી રહ્યા છે. 

    નાસાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા લાલની પાસે ઈજનેરી અને અંતરિક્ષનો ટેક્નીકલ અનુભવ છે. તેમણે ઈન્સ્ટિટ્યુટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ અને ટેક્નોલોજી પોલીસી ઈન્સિટ્યુટમાં 2005થી 2020 સુધી રિસર્ચ સ્ટાફના રૂપમાં કામ કર્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply