વિપક્ષી સાંસદોના સતત વિરોધને કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
Live TV
-
રાજ્યસભામાં કૃષિ બિલને લઇને વિપક્ષી સાંસદોના સતત વિરોધને કારણે 3 વાર સ્થગિત કર્યા બાદ હવે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે બજેટ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં 4 મહત્વના વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં મેજર પોર્ટ ઓથોરિટીસ બિલ 2020 મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી બિલ 2020 રાષ્ટ્રીય ખાદ્ય પ્રોદ્યોગિકી ઉદ્યમશીલ તેમજ પ્રબંધન વિધેયક 2019 નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ 2020નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તરફ કેન્દ્રીય મંત્રીમંડળે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેન્સી બિલ 2020ને બુધવારે જ મંજૂરી આપી દીધી હતી. જેને કાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. મેજર પોર્ટ ઓથોરિટીસ બિલ 2020ને ગત વર્ષે માર્ચ 2020માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતું અને સપ્ટેબરમાં મંજૂર કરી દેવામાં આવ્યુ હતું. આ બિલમાં પ્રમુખ બંદરોને સ્વાયત્તા આપવા અને તેઓના શાસનને વ્યવસાયિક બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. આ બિલ મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ 1963ને રદ કરીને નવા કાયદામાં બદલનારુ બિલ છે. રાષ્ટ્રીય ખાદ્ય પ્રોદ્યોગિકી ઉદ્યમશીલ તેમજ પ્રબંધન વિધેયક 2019 હેઠળ ખાદ્ય પ્રૌદ્યોગિકીના કેટલાક સંસ્થાનોને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન ઘોષિત કરશે છે. નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્થ કેર પ્રોફેશનલ બિલ 2020 હેઠળ નર્સિંગ પ્રશિક્ષણને નિયમિત કરવા માટે, વિશેષ નેશનલ નર્સિંગ અને મિડ વાઇફ કમિશન બનાવવામાં આવશે.
