IRCTC દ્રારા ખાસ ચાર વિશેષ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવાની પહેલ
Live TV
-
ભારત સરકારની "લોકલ ફોર વોકલ" પહેલ અને રેલવે મંત્રાલયના સહયોગથી, ભારતીય રેલ્વે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન, અમદાવાદ પ્રાદેશિક કાર્યાલય દ્વારા નવા વર્ષે ખાસ ચાર વિશેષ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવાની પહેલ કરવામાં આવી છે. અમદાવાદ પ્રાદેશિક કાર્યાલયના ક્ષેત્રીય પ્રબંધક વાયુનંદન શુક્લાએ પત્રકારોને જણાવ્યું હતું કે IRCTC ફેબ્રુઆરી ૨૦૨૧માં બે પિલગ્રીમ સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન અને માર્ચ ૨૦૨૧માં બે ભારત દર્શન ટ્રેન શરૂ કરશે. આ તમામ ટ્રેન રાજકોટથી શરૂ થશે અને રાજકોટ પરત આવશે. આ ટ્રેનમાં પ્રવાસ ખૂબ જ કિફાયતી દરની ટિકિટમાં ઉપલબ્ધ છે. હેલ્પલાઇન પર તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. બુકિંગ શરૂ થઇ ચૂક્યું છે. મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઓફિસ અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને આ પ્રવાસ થઇ શકશે.
