CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર
Live TV
-
ગઈકાલે કેન્દ્રીય શિક્ષણમંત્રી દ્વારા CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી
કેન્દ્રિય શિક્ષણમંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ અર્થાત સીબીએસઇ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ ચોથી મેથી શરૂ થશે. ભાષા પરિક્ષાઓથી બોર્ડ પરીક્ષાઓની શરૂઆત થશે અને મુખ્ય વિષયોની પરીક્ષા છ મેથી શરૂ થશે. અંતિમ પરીક્ષા 11 જૂનના રોજ યોજાશે. ધોરણ 12ની પરીક્ષામાં એક દિવસમાં બે પેપર લેવાશે. સવારે સાડાદશ વાગ્યાથી દોઢ વાગ્યા સુધી પ્રથમ પેપર અને બપોરે અઢી વાગ્યાથી સાંજે સાડા પાંચ સુધી બીજું પેપર લેવાશે.
