ભારતીય રિઝર્વ બેન્કે આજે દ્વિમાસિક મોનેટરી પોલિસી કરી જાહેર
Live TV
-
ભારતીય રિઝર્વ બેન્કે આજે દ્વિમાસિક મોનેટરી પોલિસી જાહેર કરી છે. કેંદ્રિય બજેટ રજૂ થયા બાદ આ પહેલી અને આ વર્ષની છેલ્લી દ્વિમાસિક મોનેટરી પોલિસી છે.ત્યારે આ પોલિસી અંતર્ગત RBI એ મુખ્ય દરોમાં કોઇ પરિવર્તન કર્યુ નથી. રેપોરેટ 4 ટકા, રિવર્સ રેપોરેટ 3.35 ટકા અને CRR 4 ટકા પર યથાવત રહ્યો છે. આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ હતુ કે,કોરોના રસીકરણથી અર્થવ્યવસ્થાની રિકવરીમાં મદદ મળી છે. મોંઘવારીમાં સતત થતો વધારો ચિંતાનો વિષય છે. પરંતુ,નાણાકીય વર્ષ 2023ના બીજા છ માસિકગાળામાં મોંઘવારી ઘટશે.નાણાકીય વર્ષ 2022ના ચોથા ક્વાર્ટરમાં મોંઘવારી દર 5.7 ટકા રહેવાનુ અનુમાન છે.તેમણે ઉમેર્યુ હતુ કે ,વર્ષ 2023 માં રિયલ GDP ગ્રોથ રેટ 7.8 ટકા રહેવાનો અંદાજ છે.
