ભારતીય રેલવેએ માળખાકીય સુવિધા વધારવા માટે 56 પ્રોજેક્ટો તારવી કાઢ્યા
Live TV
-
ભારતીય રેલવેએ દેશનાં વિવિધ વિસ્તારોમાં આગામી બે મહિનામાં કામગીરીપૂર્ણ કરી રેલવેની માળખાકીય સુવિધા વધારવા માટે 56 પ્રોજેક્ટો તારવી કાઢ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ વર્ષનાં બજેટમાં રેલવેને એક લાખ 7 હજાર કરોડ રૂપિયાનાં મૂડી ખર્ચની ફાળવણી કરાઈ છે. ત્યારે ભારતીય રેલવેએ હાલમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ કરવા અને નવા જાહેર થયેલા પ્રોજેક્ટોનું કામ હાથ ધરવાનો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેનાં નવા રેલ માર્ગો માટે 40 હજાર 932 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. એવી જ રીતે રેલવે માર્ગોને દ્વિ-માર્ગીય બનાવવા માટે 26 હજાર 116 કરોડ રૂપિયા અને ટ્રાફિકની સુવિધા વધારવા માટે પાંચ હજાર 263 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈછે. ભારતીય રેલવેએ એક હજાર 200થી વધુ રેલ માર્ગો પરનાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ અને સબ-વેની કામગીરી પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.
