ભારતીય રેલવેએ 74 ટેન્કરોમાં 1094 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન પહોંચાડ્યો
Live TV
-
દેશભરમાં વિભિન્ન રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોંચાડીને ભારતીય રેલવે દ્વારા લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ભારતીય રેલવેએ અત્યાર સુધીમાં દેશભરના વિવિધ રાજ્યોમાં 74 ટેન્કરોમાં 1094 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન પહોંચાડ્યો છે.
દેશભરમાં વિભિન્ન રાજ્યોમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન પહોંચાડીને ભારતીય રેલવે દ્વારા લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે અંતર્ગત ભારતીય રેલવેએ અત્યાર સુધીમાં દેશભરના વિવિધ રાજ્યોમાં 74 ટેન્કરોમાં 1094 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન પહોંચાડ્યો છે. 19 ઓક્સિજન એક્સપ્રેસ રેલગાડીઓ પોતાની યાત્રા પૂરી કરી ચૂકી છે. ઓક્સિજન ભરેલી બે વધુ ઓક્સિજન એક્સપ્રેસ રેલગાડીઓ ચાર ટેન્કરમાં 61.46 મેટ્રિક ટન ઓક્સિજન લઈને સફર કરી રહી છે. આ સાથે કુલ 120 મેટ્રિક ટન ઑક્સીજન લઈને બીજી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી પહોંચી ગઈ છે
