PM મોદીએ નાઇટ્રોજન સંયંત્રોને ઓક્સિજન સંયંત્રોમાં તબદીલ કરવા અંગેના કામની પ્રગતિ અંગે યોજી સમીક્ષા બેઠક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોવિડની મહામારી અને રસીકરણના મુદ્દે નિષ્ણાતો સાથે સમિક્ષા કરી હતી. આ બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડને લગતી દવાઓ, માનવ સંસાધનની સ્થિતિ અને સ્થિતિમાં સુધારાના ઉપાયો અંગે ચર્ચા કરાઈ હતી. સરકારે ઓક્સિજનના ઉત્પાદન માટે વર્તમાન નાઇટ્રોજન સંયંત્રોને ઓક્સિજન સંયંત્રોમાં બદલવાની સંભાવના અંગે જાણકારી મેળવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેશમાં કોવિડની મહામારી અને રસીકરણના મુદ્દે નિષ્ણાતો સાથે સમિક્ષા કરી હતી. આ બેઠકમાં ઓક્સિજનની ઉપલબ્ધતા, કોવિડને લગતી દવાઓ, માનવ સંસાધનની સ્થિતિ અને સ્થિતિમાં સુધારાના ઉપાયો અંગે ચર્ચા કરાઈ હતી. સરકારે ઓક્સિજનના ઉત્પાદન માટે વર્તમાન નાઇટ્રોજન સંયંત્રોને ઓક્સિજન સંયંત્રોમાં બદલવાની સંભાવના અંગે જાણકારી મેળવી હતી. તેના માટે વિવિધ સંભવિત ઉદ્યોગોની ઓળખ કરવામાં આવી છે. જેમાં વર્તમાન નાઇટ્રોજન સંયંત્રોને ઓક્સિજનના ઉત્પાદન માટે પરિવર્તિત કરી શકાય છે. અત્યાર સુધીમાં 14 ઉદ્યોગોની ઓળખ કરવામાં આવી છે. જેમાં નાઇટ્રોજન સંયંત્રોને ઓક્સિજન ઉત્પાદન માટે રૂપાંતરિત કરવાનું કાર્ય પ્રગતિમાં છે. ઉદ્યોગ સંઘોની મદદથી 37 નાઇટ્રોજન પ્લાન્ટસની આ કામગીરી માટે ઓળખ કરાઈ છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા નવા ઉપાયો શોધવાના પોતાના નિર્દેશને અનુરૂપ વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરવા માટેની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સ્ટીલ પ્લાન્ટ્સ, પેટ્રોકેમિકલ યુનિટ્સ સાથેની રિફાઇનરીઓ, ભારે દહનક્રિયા- પ્રક્રિયા સાથેના ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ વગેરે ઘણા ઉદ્યોગો પાસે , ઑક્સિજન પ્લાન્ટ્સ છે ,, જે વાયુરૂપી ઑક્સિજન ઉત્પન્ન કરે છે.. આ ઑક્સિજનને તબીબી ઉપયોગ માટે લઈ શકાય છે. એવી આશા છે કે, આવા સંયંત્રોની આસપાસના અસ્થાયી હોસ્પિટલોના માધ્યમથી અંદાજિત 10 હજાર ઓક્સિજનયુક્ત બેડનું નિર્માણ થઈ શકે છે.
