ભારતીય વાયુસેનાનો આજે 86 મો સ્થાપના દિવસ, 1932માં થઈ હતી સ્થાપના
Live TV
-
ભારતીય વાયુસેનો આજે 86મો સ્થાપના દિવસ છે. છેલ્લા કેટલાક સમયથી ટેકનોલોજીની દષ્ટિએ ભારતીય વાયુસેના ખૂબ જ સક્ષમ બની છે.
સ્થાપના દિવસના અવસરે આજે દિલ્હી પાસે ભારતીય વાયુસેના કેન્દ્રમાં ભવ્ય પરેડ સહિતના કાર્યક્રમ યોજાશે. વાયુસેના પ્રમુખ બી.એસ. ધનોઆ પરેડનું સંચાલન કરશે. આ પરેડમાં ભારતીય વાયુસેના ના જાબાંઝ તેના વિશેષ વિમાન સાથે શક્તિ પ્રદર્શન કરશે.
નોંધનીય છે કે, 8 ઓક્ટોબર 1932માં "રોયલ ભારતીય વાયુસેના" એવા નામથી ભારતીય વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી, આથી 8 Octoberને ભારતમાં વાયુસેના દિવસ તરીકે ઉજવાય છે.
