ભારતીય વાયુ સેનામાં ચિનુક હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા
Live TV
-
હેલિકોપ્ટર અમેરિકાની કંપની બોઈંગે બનાવ્યા છે. તેમજ આ એડવાન્સ મલ્ટીમીશન હેલિકોપ્ટર છે. જેની પ્રથમ ડિલીવરી ચંદિગઢમાં વાયુ સેનાને સોંપવામાં આવી હતી. ચિનુક હેવી વેઇટ હેલિકોપ્ટર છે.
ભારતીય વાયુ સેનામાં ગઇકાલે ચાર ચિનુક હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યા હતા. આ હેલિકોપ્ટર અમેરિકાની કંપની બોઈંગે બનાવ્યા છે. તેમજ આ એડવાન્સ મલ્ટીમીશન હેલિકોપ્ટર છે. જેની પ્રથમ ડિલીવરી ચંદિગઢમાં વાયુ સેનાને સોંપવામાં આવી હતી. ચિનુક હેવી વેઇટ હેલિકોપ્ટર છે. ભારતીય વાયુ સેનામાં ચિનુક હેલિકોપ્ટર સામેલ થતા તે વાયુ સેનાને વધુ મજબૂત બનાવશે. આ હેલિકોપ્ટરથી હેવી લિફ્ટની ક્ષમતા ધરાવતા સાધનોનું પરિવહન કરવામાં સૈન્યને મદદ મળશે. આ પ્રસંગે વાયુ સેના પ્રમુખે જણાવ્યું હતું કે, ચિનુક લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે, જે ભારતીય સૈન્યને ઘણુ ઉપયોગી સાબિત થશે.
