ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં થયું બંધ
Live TV
-
BSE સૂચકાંક 769 પોઇન્ટ વધ્યો જ્યારે NSEમાં 243 અંકનો વધારો થયો
વૈશ્વિક મિશ્ર સંકેતોના પગલે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં બંધ થયું . મુંબઈ સ્ટોક એક્સચેન્જનો BSE સૂચકાંક 769 પોઇન્ટ વધીને 81 ,721 અંકની સપાટીએ બંધ થયો. તેમજ NSE 243 અંક વધીને 24,853 અંકની સપાટીએ બંધ.કારોબારી સત્ર દરમિયાન પાવર ગ્રીડ, આઇટીસી, બજાજ ફીનસર્વના શેર ટોપ ગેઇનર્સ રહ્યા હતા. અને ભારતીય રૂપિયાની ડોલર સામે 14 પૈસાની મજબૂતી જોવા મળી રહી છે.